કુળદીપક

Tags

, ,

( વોટ્સએપ ગ્રૂપ મિત્રો ભેગાં થયા છે.)
દૂર દૂરથી ભેગાં થયા, કરવા સઘળી વાતો અને;
બધી યાદો તાજી કરવા, હજુ હાલ તો વાત માંડી છે,
જોજનો દૂર તન ભલે રહ્યા, મન તો સૌ સઘળા સંગાથે.
આ વોટ્સએપ ના તાંતણે, સૌ કોઈ ના હૈયા જોડાણા.
ઈંટરનેટની અજબ દુનિયામાં, અમારા ડાયરા મંડાણા.

(બધા મિત્રો વાતો કરી જુની યાદો તાજી કરે છે.)
હમણાંની જ તો વાત, ભાઇ! શું તને એ યાદ છે ખરા?
એ કેન્ટીનની દાબેલી, અને ઢાબાની પેલી ચા.
માલતી મૅડમના લેક્ચર્સ, ફેસબુક પ્રોફાઇલ પિક્ચર્સ.
તારા અધુરા એસાઇન્મેન્ટ, ને છેલ્લી ઘડી ના વાઇવા.
યાદ છે મને સઘળી વાતો, નથી વીતી હજી જાજી રાતો.
રોજગાર ને ઘર કરવા, સૌ હવે જીંદગી ના રસ્તે
હવે ક્યાં રહી એવી મજા, રાત-દિવસ બસ કામની સજા.

(એમાંથી એક મિત્ર નો ઘણીવાર પછી પણ જવાબ નથી આવતો)
હજુ હમણાં તો પાસે હતો, ન જાણે ક્યાં ખોવાઈ ગયો.
હશે ભલે! અમને એમ કે, હવે છે એ જીવન પથે.
સ્વય ની ઓળખના વાસ્તે, એણે માંડ્યા પગલા રસ્તે.

(એ ખરેખર ક્યાં હતો ?)
અંધકાર તણા સામ્રાજ્યે, થોડી ગફલત ને વળી આ,
પુરપાટ આવી મોટરકાર, ઝડપી સવારી થઈ સવાર.
કોઈ કુળના દીપકને લઈ ગઈ, મૃત્યુદ્વાર બની એનો કાળ.

(વાંક કોનો)
ગુનેગાર તો એ અંધકાર, એના પર સો સો ફિટકાર.
નહોતો મોટરનો સવાર; કસૂરવાર, તો એ અંધકાર.
બેકસુર એ ક્યાં ઇચ્છતો તો, કોઈના ઘરમાં અંધકાર,

(મિત્રો ની મૃતકના પિતા સાથે વાતચીત)
અમને તો મનમાય નો’તો, આવો લગીર પણ અણસાર.

(પિતા નો જવાબ)
સૂકી આંખે ને ભગ્ન રૂદિયે, નીતરે લાગણી નો ભાર.
પિતા કેરાં વચનો વહે છે, દિલ દાબીને એ કહે છે.
પાળ્યા એણે સ્વના વચનો, નહી વળું પાછો જો એ કર્યું!
આપણાથી હવે શું થાય? કર્તા સમક્ષ સૌ છે લાચાર.
સારૂખોટુ જે થયુ તે થયુ, સારુ ભજવી ગયો કિરદાર

(પિતા ની શિખામણ)
મારી વાત હૈયે ધરજો, સાચવી રેજો ધીરજ ધરજો
નજરોને ગળાવી રસ્તે, વ્યાકુળ રૂદિયે દિવા કરે.
જો તુ સમયે પાછો ન ફરે, આવવામાં જો મોડું કરે.
અધ્ધર જીવે વાટ ધરીને, ઘેર બેઠુ કોઈ ફિકર કરે.
સાચવી ને સલામત રેજો, દિલને એના ટાઢક દેશો.
રહેજો બની જવાબદાર, તમે કોઈ ના ખૂની નથી.
કે નથી તમારે કોઈના, અંધકાર બનવાના કોડ.
ધીરજ ધરી ડ્રાઇવિંગ કરી, ઘેર પોં’ચજો પો’ચાડજો.
Untitled
પ્રિય મિત્ર નિકેશ ને શાબ્દિક શ્રધ્ધાંજલિ
ભગવાન એની આત્માને શાંતિ અર્પે

Advertisements

જોખમી જુવાની

Tags

, , , ,

શિયાળા ની બપોર પરંતુ ખરાબ હવામાન લોકો ને ભ્રમિત કરિ રહ્યુ હતુ, જાણે કે સવાર ના હોય! ૧૬ મકાનો ની નાની સોસાયટી અને એમાના પાંચ ઘરોને જાણે નાત બહાર કર્યા હોય એમ આખી સોસાયટી થી અળગા હતા. બાકીના ૧૧મકાનો એક અલગ સોસાયટી ગણી શકાય અને એમા પ્રવેશ દ્વારની બાજુમા એકમાત્ર વિધુતિય ઉપકરણો માટે નો થાંભલો બાકી તો સોસાયટીમાં ભોય-તળીયાની અંદર જ વાયરો ના ગુચડા પાથરી ને ઘરો સુધી વિજળી લઈ જવાતી હતી. મુખ્ય દરવાજાથી સિધા દશેક મિટર ચાલતા સામેના ઘરનો વરંડો આવે અને ડાબે વળતા ફરી પાછો આરસીસી નો રોડ અને પાછા દશેક મિટર આગળ જમણી બાજુ મકાનો ની હરોળ વચ્ચેનો રસ્તો. અને એના ખુણા પર એક બાઇક સવારે બાઇક તૈયાર કર્યુ અને એનો મિત્ર એના પાછળ બેઠો. આ સમગ્ર વાસ્તવિકતા નિહાળતા એક માસી પોતાના ઘર ભણી ચાલી રહ્યા હતા એવામા સામેથી ધિમે ધિમે આવી રહેલુ બાઇક એકદમ નજીક આવ્યુ અને ટકરાઇ જવાના ડરે માસી થોડા હટી ગયા અને એવામા પાછળ બેઠેલો કાળા ચહેરાવાળો કઈક કાળુ કામ કરવા થોડો જુક્યો અને માસી ને એક ઝટકો અનુભવાયો. માસીએ કઈ સમજ્યા વિચાર્યા વિના બસ એક શબ્દ દહોરાવતા એની પાછળ દોટ મુકી…… દોરો લઈ ગયો…… દોરો લઈ ગયો…… સદનસીબે દોરો તુટ્યો તો ખરા પરંતુ હજુય એમના કપડા પર લટકી રહ્યો હતો. પરંતુ બધાય આવા નસીબદાર નથી હોતા.

આતો નાનકડો તણખો છે વસ્તીવધારા અને બેરોજગારી ના લીધે ઉદ્ભવતી સમસ્યાઓનો હજૂ ભવિષ્યનો સમય આનાથી પણ કપરો રહેવાનો જો આપણે વસ્તી વધારા પર નિયંત્રણ ના મુક્યુ અથવાતો યુવાઓને રોજગાર ના આપ્યો, કારણ કે આજના સમયમા ગરીબ અને અમીરો વચ્ચેની ખાઇ વધતી જાય છે અને સામે વસ્તી અને આના લિધે બેરોજગારી અને આથી જે યુવાનો ને રોજગારી નથી મળતી એ લોકો આખરે ખાલી દિમાગ શૈતાન કા ઘર ઉક્તિ ને ચરિતાર્થ કરતા હોય એમ જુગાર નશાખોરી કે ગુનાખોરી ના રવાડે ચડી જતા હોય છે આખરે આવા કામ કરવા નુ જોખમ ઉઠાવે કોણ? બેશક એજ લોકો કે જેમના પાસે ગુમાવવાનુ કઈ હોતુ નથી. ક્યાંક ભારતની યુવાની પોતાના માટે જ જોખમી પુરવાર ના થાય…..

એક શહીદ ની મનોવ્યથા

Tags

, ,

આભો થયો દેખી આ અદભુત નઝારો
લીલુડી ધરતી, લીલોતરી વાદળના સાનિન્ધ્યે
સુરીલું સંગીત, હવાની ઠંડી લહેરખી
છલકે છે ભવ્યતા, અદભુત દિવ્ય નઝારો

ખડખડ વહેતું ઝરણું દીઠું, દીઠો નદીકિનારો
છે કોણ જે કિનારે બેઠું, લઈને ઉદાસી નો સહારો
આંખો માંથી અશ્રુ સાથે કરે છે કેવી વાતો.

નિરાશ નથી હું, હતાશ નથી; હૂતો ઉત્સાહ નો ભારો
યુવાનીના આ ભાર તણે વહે છે અશ્રુધાર
છે રંજ બસ એટલો, યુવાન રહીશ હું કેટલો

બળવાના વિચાર, પણ છું અત્યારે લાચાર
બનાવ્યો છે મુક સાક્ષી, દેખવા ભારતના હાલ

પ્રશ્ન મારો એટલો, ગુલામ રહીશ તું કેટલો
મુક્ત થઇ હવે મૃત બન્યો છે, ભારત દેશ મારો.
પાછો ફર્યો એ ગુલામીમાં, આઝાદી એ ના પામ્યો

આજે રંજ એટલો; વીરરસ, ખોટો તો નથી વહાવ્યો?
શહીદ થયો હું ભારત માટે, અલગ હતો એ દેશ મારો
વીરપુત્રો ને વીરાંગનાઓથી ગુંજતો આઝાદીનો નારો

રક્ત વહાવ્યું અને હવે અશ્રુ, હજુ નથી હું હાર્યો
શહીદીની કેવી સજા, થયા હાલ બેહાલ
અમરત્વ પામી કેદ થયો છું સ્વર્ગે હું બિચારો
ભારત માટે ફરી ફરી મરવા, છે સંકલ્પ મારો
હે પ્રભુ! અમરત્વથી ઉગારો, કરવા હવે પ્રહારો
કહે ‘દ્વિત્ય’ દેવ સમજી મને, “ક્યારે તમે પધારો”

– એક શહીદ ની મનોવ્યથા.

કવિતાનું શીર્ષક અને બીજા પ્રતિભાવો માટે સ્વાગત છે..

Quote

માનવ માત્ર ભુલને પાત્ર

Tags

“આપવા જેવું કઈ હોય તો તે માફી છે, અને સ્વીકારવા યોગ્ય કઇ હોય તો તે ભુલ છે.”

તમારી આજુબાજુ તમે એવો કોઇ માણસ નહી હોય જેણે જીવનમાં કયારેય ભુલ જ ના કરી હોય, જો જોયો હોય તો તેના ચરણો ધોઈ ચરણામૃત પિવું જોઈએ કેમ કે તે ઈશ્ર્વર જ હોઈ શકે. ભુલ એ માણસની સ્વાભાવિક ક્રીયા છે. જો માણસ ભુલ કરવાનું જ બંધ કરીદે તો તેનો વિકાસ સ્થગીત થઈ જાય અને તે કઇ નવું શીખીજ ન શકે. કંઈક નવું શીખવા કે કરવા ભુલ તો કરવી જ પઙે. ભુલ કર્યા વિના સત્ય ન જ મેળવી શકાય. કોઈ વિજ્ઞાનીએ કહ્યું છે કે હું મારા પ્રયોગોમાં 1૦૦૦ વખત નિષ્ફળ ગયો કારણકે મે 1૦૦૦ ભુલો કરી હતી, પણ એ ભુલોથી, એ નિષ્ફળતાઓથી હું હાર્યો નહી. દરેક વખતે હું મારી ભુલ સુધારી ફરીથી પ્રયત્ન કરતો . 1૦૦૦ વખત નિષ્ફળતા મળ્યા બાદ મને સફળતા મળી. આમ મને ખ્યાલ આવ્યો કે નિષ્ફળતાના 1૦૦૦ રસ્તાઓ છે, અને દરેક વખતે મારી ભુલોજ મને સફળતા તરફ લઈ ગઇ અને સફળતા મેળવવામાં મને સહાયભુત બની.

ઘણા એવા લોકો હોય છે જે ભુલ કરે, અને પોતાની ભુલ સમજાતા નિરાશ થઇ જાય કે, હવે શું કરીશ? લોકો શું વિચારશે? મારૂ શું થશે? આવી નકામી ચિંતા કર્યા કરે છે, પણ પોતાની ભુલ સુધારવાનો પ્રયત્ય કરતા નથી. અરે ભાઈ આવી નાહકની ચિંતા કર્યા કરવાથી થોઙો કોઈ ઉકેલ આવવાનો છે.
તમે ભુલ કરી, કોઇ વાંધો નહી! તમને પોતાની ભુલ સમજાઇ એજ મહત્વની વાત છે. તો હવે એનો સ્વિકાર કરો અને જરૂર પઙેતો જેતે વ્યક્તિની માફી માંગી લો અને ફરીથી આવી ભુલ ન કરવાનુ વચન આપો, અને પોતાના વચન પ્રત્યે વફાદાર રહો. હવે ભુલી જાઓ ભુલને! અને નવેશરથી શરૂઆત કરો. ભુલી જજો ભુલને, પણ ભુલેચુકે એના બોધને ન ભુલતા!

જે લોકો પોતાની ભુલનો નથી સ્વિકાર કરતા, ન એને સુધારવા કે ન ફરી એનુ પુનરાવર્તન ન થાય એવા પ્રયત્ન કરતા ઉલટું પોતાની ભુલને પોતાની બહાદુરી કે હોંશીયારી સમજે છે, એવા લોકો ખરેખર બીજી ભુલ કરી રહ્યા હોય છે.

બે મિત્રો હતાં. એક વાર એક મિત્રથી ભુલ થઇ ગઈ બીજા મિત્રને એનુ માઠું લાગ્યું. થોઙા સમયબાદ પહેલા મિત્રને પોતાની ભુલ સમજાઈ અને એનો ખુબ પછતાવો થયો. એણે બીજા મિત્રની માફી માંગી બીજા મિત્રે એને માફ કરવાના બદલે પોતાનો ગુસ્સો કાઢ્યો, એની હાંસી ઉઙાવી અને ન કહેવાનું કહ્યું, પહેલો મિત્ર ચુપચાપ ત્યાથી ચાલ્યો ગયો. બાદમાં તેને અફસોસ થયો કે પોતે માફી માંગી બીજી ભુલ કરી બેઠો.
માફી માંગવી કોઇ કાયરોનું કામ નથી, માફી માંગવા માટે અદ્ભુત સાહસની જરૂર હોય છે. વળી માફી સામેવાળી વ્યક્તિ કે બીજા કોઇ માટે નહી, પરંતુ પોતાના માટે જ માંગવાની હોય છે. કારણ કે ભુલ સમજાયા બાદ મનમાં ઉઠતી અપરાધભાવના અને પશ્ચાતાપની આગ મનને અશાંત અને બેચેન કરી મુકે છે,માફી માંગવાથીજ આ અગનજ્વાળાઓને શાંત કરી શકાય છે. આપણા મનની શાંતિ માટે તો આપણે પ્રયત્ન કરવો જ રહ્યો. માફી આપવી ન આપવી સામેવાળી વ્યક્તિના હાથમાં છે. અહી એક સ્પષ્તા કરી લઉ કે આપણે ભુલની વાત કરી રહ્યા છીએ, નહિ કે ગુનાહની.
બાકી ભુલોતો થાય અને કરતા પણ રહેવું જોઈએ, કેમકે ભુલ માણસથીજ થાય કંઈ પશુંઓ ભુલન કરે. કયારેય સાંભળ્યું કે કૂતરાએ ભુલથી બચકું ભર્યુ, કે ભેંસે ભુલથી શિંગઙું માર્યુ. કયારેય ભુલોથી ઙરવું જોઈએ નહી. ભુલો તો કરતા જ રહેવું જોઇએ. ભુલોતો કરવી જ પઙે, દરેક વખતે કોઈક નવી ભુલ કરવી જોઇએ અને એને સુધારીને આગળ વધવું જોઇએ. ભુલો કરવાથી જ નવું શીખી શકાય.
રવિન્દ્રનાથ ટાગોરે ખુબ સરસ કહ્યું છે, “જો તમે ભુલોને રોકવા દરવાજા બંધ કરી દેશો તો, સત્ય પણ બહાર રહી જશે.”
પોતાની ભુલને લીધે નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયેલા કોઈ એકાદને બેઠો કરવા પણ આ લેખ મદદરૂપ થશે, તો મારો પ્રયત્ન સફળ ગણાશે.

“ઘણી બધી અને મોટી ભુલો કરીને જ માણસ મહાન બને છે”
-ગ્લેઙસ્ટોન

અખંડ ભારત

Tags

, , ,

હમણાં હમણાં થોડી એવી ઘટનાઓ બની કે મને વિચારતો કરી મુક્યો. જાહેર જીવનની એ ઘટનાઓ બધા જાણતા જ હશે પણ એ બધી ઘટનાઓ એક એક જોઇએતો સામાન્ય લાગે પણ બધી ઘટનાઓ ને ભેગી કરી એનું સમૂહ દર્શન કરીએ તો થોડું અલગથી વિચારવા મજબુર કરે છે.
થોડા ઘણા સમય પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સરદાર સરોવર, નર્મદા ડેમ પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સોઉથી ઉંચી પ્રતિમા બનાવવાનું જાહેર કર્યું છે. આ એક સારું કામ છે, સરદાર વલ્લભભાઈએ ભારતની આજાદી પછી જે રીતે છૂટાછવાયા રજવાડાઓને જોડીને એક અખંડ ભારત ની રચના કરી એને જોતા સરદાર વલ્લભભાઈના સન્માન માટે પ્રતિમાનું નિર્માણ થવુંજ જોઈએ. આમ આ પ્રતિમા પણ ભારતની એકતાનું પણ પ્રતિક બની રહેશે.
બીજી ઘટના એવી બની કે હમણા હમણાં ભારતના અદ્વિતીય એથ્લીટ મિલ્ખા સિહ ના જીવનપર આધારિત ફિલ્મ બની. આ આપણું સોંભાગ્ય કહેવાય કે એમના જીવનને જાણવાનો મોકો મળ્યો. અને એમના જીવનની હકીકતથી વાકેફ પણ થયા. એમના જીવનની દુખદ એવી અને એમના જેવા ઘણા લોકોમાટે દુખદ એવી ભારતના ભાગલાની ઘટના તાજી થઇ. અને એ ભાગલામાં લોકોએ ગુમાવેલા પોતાના સ્વજનો અને ઘરબાર ની વેદના ની કલ્પના પણ કાળજું કોરી ખાય એવી છે. અને વળી જે લોકો સ્થળાંતર કરી બીજા દેશમાં આવ્યા એમના માટે તો એમની જન્મભૂમી પલવારમાં પરાયી થઇ ગઈ. આવી વાત વિચારતાય મનમાં ડર લાગે છે. આવી ઘણી બધી વેદનાઓના મૂળ એવા ભારતના ભાગલા યાદ કરતા આંખમાં પાણી આવી જાય છે, અને શરીરમાંથી કંપારી છૂટી જાય છે. માણસ આવો ક્રૂર કેવી રીતે થઇ શકે?
ત્રીજી વાત એ થઇ કે હમણાં હમણાં ભારતનાં ૨૯માં રાજ્યની ઘોષણા થઇ. આ ઘોષણાની સાથે તેલંગણા ના લોકો અને એવા બીજાલોકો કે જેઓ વર્ષોથી અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે તેઓ ગેલમાં આવી ગયા.
હવે ચોથી વાત એમ બની કે ભારતના નેતાઓ કેજે છેડેચોક ધર્મની કે ભાષાની કે કોઈ પણ નાની એવી તુચ્છ બાબતમાં કાગળા-કૂતરાની જેમ લડવા માંડતા તેઓ એકએક ભેગા થઇ ગયા. એક થઇ ગયા એનો વાંધો નથી પણ એ ભારતવાસીઓ વિરુધ્ધ એક થઇ ગયા એ ચિંતાનો વિષય છે. વાત એમ થઇ કે કેન્દ્ર સરકારે RTIના દાયરા માં રાજકીય પક્ષોને ન સમાવવા બાબતે લોકસભામાં બીલ પસાર કર્યું, અને બધા પક્ષોના નેતાઓની સ્વીકૃતિ સાથે પસાર પણ થઇ ગયું.
હવે આ દરેક વાતને દેખીએ તો એમ થાય કે એકબાજુ સારું કામ થાય છે એની પ્રસંસા પણ કરી, બીજીબાજુ ભ્રષ્ટાચાર ને ભાંડીએ પણ ખરા. વળી મનમાંને, ઘરમાંને, મિત્રો વચ્ચે ઘણો ઉહાપોહ પણ કરીએ, કે આતો અન્યાય છે ને આવું ના થવું જોઈએ વગેરે વગેરે….
તેલંગણાની ઘોષણા થઇ ને તેલંગણા ના લોકો અને એવા બીજલોકો કે જેઓ વર્ષોથી અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે તેઓ ગેલમાં આવી ગયા. હજુ તેલંગણા ની રચના પણ નથી થઇ અને લોકો ગેલમાં આવી ગયા છે. પાછળ ફરીને જો ભૂતકાળમાં ડોકિયું કરે તો ખ્યાલ આવે કે આવી ઘોષણાઓ પણ થઇ હતી અને સરકારે નવા રાજ્યની લોલીપોપ આપી લોકોજોડેથી મત પણ ખંખેરી લીધા હતા. આપણે આશા રાખીએ કે આવું બીજીવાર ના થાય, પણ આપણેજ વિચારવાનું છે કે શું આવી માંગણીઓ થાય એ યોગ્ય છે?
આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ અને બીજા લોકોએ ઘણી મહેનતના અંતે, નાના નાના રજવાડાઓમાં વહેચાયેલા આ દેશને એક કર્યો છે. અને આપણે ફરી એને વિભાજીત કરી રહ્યા છીએ, શું આપણને આમ કરવાનો અધિકાર છે? શું આપણે ઈતિહાસમાંથી કઈ ન શીખ્યા? શું આપણે ભાગલાના દુષ્પરિણામો જોયા નથી? હા, એ વાત અલગ કે એ ધર્મના નામે દેશના ભાગલા થયા હતા અને આ જાતી, ભાષા અને સંસ્કૃતિના નામે રાજ્યોના. અહી એવા દંગા-ફસાદ ની શક્યતા ઓછી છે. પણ અલગ રાજ્યની રચના બનાવવાની પ્રક્રિયા, વળી તેના માટે અલગ પ્રધાનમંડળ, કાયમ તેની ચૂંટણીઓ વગેરે. શું આ બધા લાંબા ગળાના ખર્ચા એ કઈ દંગા કરતા ઓછા છે? દંગા માં લોકો જાન ગુમાવે અને આવી બાબતોમાં લોકોના નાણાનો બગાડ અને દુરુપયોગ થાય.મારી નાજરેતો બંને વાત સરખી જ છે.
વળી તેલંગણા માટેતો લોકોએ ભૂતકાળમાં પોલીસ ફાયરીંગમાં જીવ પણ ગુમાવ્યા છે. આપણે આપણા ભૂતકાળ તરફ નજર કરાવી જોઈએ. ભારતની આઝાદીમાટે ઘણા લોકોએ શહીદી વહોરી છે, અને ભાગલામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આઝાદી માટે એ ભાઈઓ ધર્મને બાજુએ મૂકી સાથે લડ્યા, અને ભાગલા વખતે ધર્મના નામે પોતાનાજ ભાઈઓના જીવ લીધા. આ એક દુર્ભાગ્ય જ કહેવાય. ભાગલાની ઘટના જોતા મનેતો લાગે છે;
“ભારતે આઝાદી મેળવી શું મેળવ્યું એનો ખ્યાલ નથી, પણ ઘણું બધું ગુમાવ્યું જરૂર છે.”
મારા કહેવાનો મતલબ એટલોજ કે અગર કોઈ પ્રદેશને અન્યાય થઇ રહ્યો છે, કે પછી બીજી કોઈ બાબત હોય તો એનું સમાધાન લાવવા પ્રયત્ન કરવો જોઈએ. અલગ રાજ્યને બદલે અન્યાય સામે લડવું જોઈએ. ખાલી ગુજરાતીજ કે ખાલી તમિલ ભાઈઓ એજ નહિ પણ પુરા દેશે એક થઇ લડત આપવી જોઈએ. લડીને, જાન ગુમાવીને આપણે રાજ્ય મેળવી શકતા હોઈએ તો ન્યાય કેમ ના મળે? હમણાં RTIના મામલામાં બધા રાજકીય પક્ષો એક થઇ ગયા, આવી પરિસ્થિતિમાં આપણે જાતિવાદ, ધર્મવાદ કે પ્રદેશવાદ માટે લડતા હોઈશું તો જે મુદ્દાનો વિરોધ થવો જોઈએ એ નહિ થઇ શકે. આપણે લડવાનું છે- અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, ભ્રષ્ટ અધિકારીઓ સામે, દેશમાટે લડવાનું છે. એક થઇ લડવાનું છે નહિ કે જુદા પડવા માટે. કોઈ પણ બાબતે અલગ નથી થવાનું ચાહે ધર્મ હોય કે ભાષા, મારો દેશ જ મારો ધર્મ અને મારો દેશ જ મારી ભાષા. છેલ્લે થોડી પંક્તિઓથી વાત પૂરી કરું.
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે,
ગાયે તવ જય ગાથા……..
જય હિન્દ!!