Tags

, , , ,

શિયાળા ની બપોર પરંતુ ખરાબ હવામાન લોકો ને ભ્રમિત કરિ રહ્યુ હતુ, જાણે કે સવાર ના હોય! ૧૬ મકાનો ની નાની સોસાયટી અને એમાના પાંચ ઘરોને જાણે નાત બહાર કર્યા હોય એમ આખી સોસાયટી થી અળગા હતા. બાકીના ૧૧મકાનો એક અલગ સોસાયટી ગણી શકાય અને એમા પ્રવેશ દ્વારની બાજુમા એકમાત્ર વિધુતિય ઉપકરણો માટે નો થાંભલો બાકી તો સોસાયટીમાં ભોય-તળીયાની અંદર જ વાયરો ના ગુચડા પાથરી ને ઘરો સુધી વિજળી લઈ જવાતી હતી. મુખ્ય દરવાજાથી સિધા દશેક મિટર ચાલતા સામેના ઘરનો વરંડો આવે અને ડાબે વળતા ફરી પાછો આરસીસી નો રોડ અને પાછા દશેક મિટર આગળ જમણી બાજુ મકાનો ની હરોળ વચ્ચેનો રસ્તો. અને એના ખુણા પર એક બાઇક સવારે બાઇક તૈયાર કર્યુ અને એનો મિત્ર એના પાછળ બેઠો. આ સમગ્ર વાસ્તવિકતા નિહાળતા એક માસી પોતાના ઘર ભણી ચાલી રહ્યા હતા એવામા સામેથી ધિમે ધિમે આવી રહેલુ બાઇક એકદમ નજીક આવ્યુ અને ટકરાઇ જવાના ડરે માસી થોડા હટી ગયા અને એવામા પાછળ બેઠેલો કાળા ચહેરાવાળો કઈક કાળુ કામ કરવા થોડો જુક્યો અને માસી ને એક ઝટકો અનુભવાયો. માસીએ કઈ સમજ્યા વિચાર્યા વિના બસ એક શબ્દ દહોરાવતા એની પાછળ દોટ મુકી…… દોરો લઈ ગયો…… દોરો લઈ ગયો…… સદનસીબે દોરો તુટ્યો તો ખરા પરંતુ હજુય એમના કપડા પર લટકી રહ્યો હતો. પરંતુ બધાય આવા નસીબદાર નથી હોતા.

આતો નાનકડો તણખો છે વસ્તીવધારા અને બેરોજગારી ના લીધે ઉદ્ભવતી સમસ્યાઓનો હજૂ ભવિષ્યનો સમય આનાથી પણ કપરો રહેવાનો જો આપણે વસ્તી વધારા પર નિયંત્રણ ના મુક્યુ અથવાતો યુવાઓને રોજગાર ના આપ્યો, કારણ કે આજના સમયમા ગરીબ અને અમીરો વચ્ચેની ખાઇ વધતી જાય છે અને સામે વસ્તી અને આના લિધે બેરોજગારી અને આથી જે યુવાનો ને રોજગારી નથી મળતી એ લોકો આખરે ખાલી દિમાગ શૈતાન કા ઘર ઉક્તિ ને ચરિતાર્થ કરતા હોય એમ જુગાર નશાખોરી કે ગુનાખોરી ના રવાડે ચડી જતા હોય છે આખરે આવા કામ કરવા નુ જોખમ ઉઠાવે કોણ? બેશક એજ લોકો કે જેમના પાસે ગુમાવવાનુ કઈ હોતુ નથી. ક્યાંક ભારતની યુવાની પોતાના માટે જ જોખમી પુરવાર ના થાય…..